ગાંધીનગર

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પરંપરાગત રુટ ના નિર્ણયને કોંગ્રેસે આવકાર્યો

ગાંધીનગરમાં ૩૯ મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પરંપરાગત માર્ગમાં પરિવર્તન કરીને ટૂંકો માર્ગ કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો. જેની સામે નગરમાં અસંતોષની લાગણી ફેલાયેલી હતી. જે ધ્યાને રાખીને રથયાત્રા સમિતિના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી ફુલશંકર શાસ્ત્રીજી અને રથયાત્રાના આયોજકોએ પુન: સમીક્ષા કરીને ૩૧ કિલોમીટરના પરંપરાગત માર્ગ ઉપર રથયાત્રાનું આયોજન કર્યું છે. જે નિર્ણયને કોંગ્રેસ પક્ષના સર્વશ્રી નિશીત વ્યાસ શહેર પ્રમુખ શ્રી શૈલેન્દ્રસિંહ બિહોલા, જિલ્લા પ્રમુખશ્રી અરવિંદસિંહ સોલંકી અને સર્વે કોંગ્રેસજનએ હૃદય પૂર્વક આવકાર્યો છે. અને પુન:વિચારણા કરવા બદલ રથયાત્રાના આયોજકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈપણ રાજકીય સ્વરૂપ આપ્યા વગર પ્રતિવર્ષની માફક ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઘ-૨ સર્કલ પાસે તેમજ અન્ય તમામ સ્થાનોએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રથયાત્રાના આયોજકો દ્વારા વર્તમાન કપરી પરિસ્થિતિમાં પણ ગાંધીનગરમાં પરંપરાગત માર્ગો પર રથયાત્રાનું આયોજન કર્યું છે જેને ગાંધીનગરની તમામ જનતાની ધાર્મિક લાગણીને ધ્યાનમાં લેવા બદલ કોંગ્રેસ પક્ષે પુન:સહ હૃદય આભાર માન્યો હતો અને રથયાત્રાની ભવ્ય સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x