ગાંધીનગરના યુવા ટેક્વોન્ડો ખેલાડીનું ” મેજિક બૂક ઓફ રેકોર્ડ” માં નામ ઝળક્યું
૧૮ વર્ષ પહેલાં મિલાપ ટાટારિઆ ટાઇગરે માર્શલઆર્ટ શીખવાની શરૂઆત કરી હતી ત્યારે સહેજ પણ ખ્યાલ નહતો કે હું માર્શલઆર્ટ ક્ષેત્રે આટલો આગળ આવીશ. કુક્કીવોન વર્લ્ડ ટેક્વોન્ડો ફેડરેશન હેડક્વાર્ટર દ્વારા જારી કરાયેલ ટેકવોન્ડોમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ મેળવ્યાની સિદ્ધિ હાંસલ કરી ગુજરાતમાંથી એક માત્ર ગાંધીનગરના મિલાપ ટાટારિઆ ટાઇગરની પસંદગી કરવામાં આવી. રમત-જગતમાં મિલાપ ટાટારિઆ ટાઇગરનું સાતત્યપૂર્ણ પ્રદર્શન જોઈને સંસ્થાએ એવોર્ડની જાહેરાત કરી હતી ત્યારે મેજિક બુક ઓફ રેકોર્ડ દ્વારા ” બેસ્ટ ટેક્વોન્ડો કોચ ” ના શીર્ષક તરીકે “બેસ્ટ એચીવર્સ એવોર્ડ – ૨૦૨૩ ” એનાયત કરવામાં આવ્યો. મિલાપ ટાટારિઆ ટાઇગરે છેલ્લા ૧૮ વર્ષમાં ટેક્વોન્ડો રમતમાં પોતાના રાજ્ય માટે ઘણા મેડલો અને એવોર્ડ જીતી ચુક્યા છે. મિલાપ ટાટારિઆ ટાઇગરે છેલ્લે જણાવ્યું હતું કે, પોતાની સુરક્ષા માટે છેલ્લાં શ્વાસ સુધી લડી લેવાની હિંમત જ તમને સુરક્ષિત કરી શકે છે.