ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં RSS બેકગ્રાઉન્ડ ધરાવતાં પહેલા મહિલા કુલપતિ તરીકે ડો.નીરજા ગુપ્તાની પસંદગી કરાઇ

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે નવાં કુલપતિ મળી ગયાં છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે મહિલા કુલપતિ નિમાયાં છે. ડો. નીરજા ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે. ડો. નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા અને પહેલાં મહિલા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS)નું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ હતા.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી થતાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના નવા કુલપતિનું જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવાના આવી છે. ફેબ્રુઆરી 2021થી તેઓ ત્યાં કુલપતિ હતાં. તેમણે મેરઠથી ડોક્ટરેટની પદવી મેળવી છે. તેમણે મેરઠ યુનિવર્સિટીથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમફિલ અને પીએચડી કર્યુ છે. તેમણે મેરઠથી ડોક્ટરેટની પદવી મેળવી છે. તેમણે મેરઠ યુનિવર્સિટીથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમફિલ અને પીએચડી કર્યુ છે. નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે. નીરજા ગુપ્તા ઈંગ્લિશ વિષયના પ્રોફેસર રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનના સભ્ય પણ રહી ચૂક્યા છે. ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેસન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x