ગાધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા ગાધીનગર શહેરના 59 મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
ગાધીનગર :
ગાધીનગર શહેરના 59મા સ્થાપના દિવસની ઉજવણી શહેરની સામાજિક સેવાકીય સંસ્થાઓના ઉપકમે કરવામાં આવી સદરહુ કાયૅક્રમા પ્રથમ ઉપસ્થિત આમંત્રણ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોનું ફુલછડીથી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને ગાધીનગર શહેરના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે કેક કાપી દરેકનું મોઢું મીઠું કરાવ્યું હતું.
ગાધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિહ બિહોલા એ સ્વાગત પ્રવચન કરી ગાધીનગર શહેરની રચના અંગે વિષેશ માહિતી પૂરી પાડી ઉપસ્થિત મહેમાનો અને શહેરના નાગરિકોને આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર મતવિસ્તારના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, મહાનગર પાલિકાના કમિશનરશ્રી જે એન વાધેલા, ડેપ્યુટી કમિશનર કેયુરભાઈ જેઠવા, પુવૅ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શહેરના અગ્રણી ઉધોગપતિ એન. પી. પટેલ, પૃવૅ મેયરશ્રી પ્રવિણભાઈ પટેલ, વૉડૅ-8નાં કોરપોરેટરશ્રી રાજેશભાઈ પટેલ તેમજ મહેન્દ્રભાઈ દાસ કાયૅક્રમમા ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી સ્થાપના દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના 14 ગામના ખેડૂતોની જમીન ગાંધીનગરની રચના માટે સંપાદન કરવામાં આવી હતી તેવા અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નો માટે સંધૅષ કરતા અસરગ્રસ્ત ખેડુત આગેવાનો સવૅશ્રી જીલુજી વાધેલા બાસણ, અમરસિંહ ગોલ વાવોલ, હસમુખભાઈ મકવાણા ઈન્દૌડા, લાલભાઈ પટેલ કોલવડા તેમજ સંજયભાઈ પટેલ વાવોલ વગેરેનું ફૂલહાર અને શાલ ઓઢાડી મેયરશ્રી તથા ધારાસભ્યશ્રીના હસ્તે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને હજુ લાભોથી વંચિત અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નો ઉકલાવાની ખાત્રી આપી હતી. સદરહુ કાયૅક્રમમા ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના હોદેદારો સવૅશ્રી પ્રદિપસિંહ બિહોલા, પોપટલાલ પ્રજાપતિ, રાજેન્દ્રભાઈ પારેખ, વિઠ્ઠલભાઈ પરમાર, રશમિકાન્ત પંડ્યા, સી. કે. સોની, જગદીશભાઈ પટેલ, વિનોદભાઈ ભટ્ટ, વાસુદેવભાઈ સુથાર, ધીરુભાઈ ચારણ, મહંમદભાઈ ઠેબા, પી. બી. શ્રીમાળી, ગોવિંદભાઈ આહિર, મનુભાઈ વાળંદ, દિનેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ હરેશભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.
આ ઉપરાંત શહેરના આગેવાનો ગંભિરસિહ વાધેલા, યોગ પરિવાર સદસ્યો સુરેન્દ્રસિહ વાધેલા, પી. વી. જેઠવા, આર. જી. દવે, ચિમનભાઈ સોલંકી, હિમાશુભાઇ વ્યાસ અને પી. એન. અધયારુ વગેરે હાજર રહ્યા હતા
કાયૅક્રમને સફળ બનાવવા માટે ધનશ્યામસિહ ગોલ, જશવંતસિંહ રાઠોડ, પ્રવિણસિંહ સિસોદીયા, જે. વી. પટેલ, ઈશ્વરસિહ વાધેલા, વિનોદભાઈ ભટ્ટ, જસુભા રાણા, નરેશભાઈ પરમાર અને વાસુદેવભાઈ સુથાર વગેરેએ મહેનત કરી ભારે જહેમત ઉઠાવી હતી. કાયૅક્રમનુ સફળ સંચાલન પોપટલાલ પ્રજાપતિ અને પી. બી. શ્રીમાળીએ સુદર રીતે કર્યુ, અંતમાં આભારવિધિ ગોવિંદભાઈ આહિરએ કરી હતી.