રાષ્ટ્રીય

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી , 88.77 મીટરનું ડિસ્ટન્સ કવર કર્યું

          નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નીરજ ચોપરા ગયા વર્ષે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ ન જીતી શક્યો હતો. આ વખતે તેની પાસે પોતાનું ગોલ્ડ જીતનાવી સપનું પૂરું કરવાની તક છે. તેણે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પહેલા જ થ્રોથી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તે ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઈ ગયો છે.

          પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા 85.50 મીટરની જરૂર છે અને નીરજે તેના પહેલા જ પ્રયાસમાં 88.77 મીટરનું ડિસ્ટન્સ કવર કર્યું હતું. ગયા વર્ષે નીરજ ચોપરાને આ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેળવ્યો હતો. વર્તમાન સિઝનમાં નીરજ ચોપરાનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કર્યું. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. આ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા સહિત દુનિયાભરના 36 ભાલા ફેંકનાર ખેલાડીઓ એ ભાગ લીધો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x