ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિભાગ દ્વારા આવકાર કાર્યક્રમ યોજાયો
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા બી. એ અને એમ. એ માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ માટે આવકાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખા ના ડીન અને ઇતિહાસ વિભાગ ના અઘ્યક્ષ ડૉ કનૈયાલાલ નાયકના અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમાં ડૉ.રાજેન્દ્ર જોષી, ડૉ.મુંજાલ ભીમદાડકર, ડૉ.વિક્રમ સિંહ અમરાવત, ડૉ. જેનામાબીબી કાદરી, ડૉ.મોતીભાઈ દેવું ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના અને ભજન થી થઈ હતી. ત્યારબાદ ડૉ.રાજેન્દ્ર જોષી એ આશીર્વચન આપ્યા હતા.
એમ. એ બીજા વર્ષના બહેનોએ સ્વાગત ગીત રજૂ કર્યું. ડૉ.વિક્રમ સિંહ અમરાવત એ વિદ્યાર્થીઓએ ગ્રંથાલય નો વધુ ઉપયોગ કરી જ્ઞાન માં સતત વધારો કરવો જોઈએ. ડૉ.મોતી દેવું એ આવનાર સમયમાં વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લઈ વ્યક્તિત્વ વિકાસ અને જીવન ઘડતર માટેના આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમ ના અઘ્યક્ષ ડૉ કનૈયાલાલ નાયકએ સમગ્ર કાર્યક્રમના આયોજન માટે સૌ વિદ્યાર્થી મિત્રો ને અભિનંદન આપ્યા હતા. અને ઇતિહાસ વિભાગ દ્વારા વિવિધ સેમિનાર, વર્કશોપ , કાર્યક્રમો યોજાશે જેના દ્વારા વિદ્યાર્થીઓ નવું જાણી શકે. ડૉ. જેનામાબિબી કાદરી એ આભારદર્શન અને જીવન ઘડતર માટે ધ્યાન રાખવાની બાબતો વિશે ચર્ચા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ . એ બીજા વર્ષ ના વિદ્યાર્થિની ઓ ચંદ્રિકા અને રિયા પટેલે કર્યું હતું.