ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળાને ડામવા કરાઈ માંગ
ગાધીનગર શહેર તથા શહેર ગામય વિસતારમાં ચોમાસામાં વરસાદની ખેચ સાથે અસહ્ય ગરમી ઉકળાટ અને ગાધીનગર શહેરના સેકટરોમા રહેણાંક વિસ્તારમાં કોમનચોકમા સાફસફાઈ ને અભાવે તથા અગાઉ વરસાદ ને કારણે ઉગી નિકળેલ ધાસ ગંદકી વગેરે ને લીધે જીવલેણ મચ્છરોના ઉપદ્વવ ને કારણે શહેરમાં ડેગ્યુ ઝેરી મેલેરિયા ટાઈફોઈડ તાવ વગેરે દરદીઓ જોવા મળેલ છે અને દિનપ્રતિદિન વધારો થતો જાય છે અને સરકારી દવાખાનાઓ ખાનગી દવાખાના સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગચાળો અને મચ્છરોના ઉપદ્વવ ને કારણે દરદીઓની લાઈન ધસારો જોવા મળે છે અને ખાનગી દવાખાનાના ડોકટરો મા દિવાળી જેવો માહોલ અને કમાણીની ધી કેળાં થયાં છે સેકટરોમા વસાહતીઓના કોમન ચોકમા સાફસફાઈ નિયમિત થતી નથી અને મચ્છરોના નાશ માટે રોગચાળો ડામવા દવાઓનો છંટકાવ થતો નથી ફક્ત કોઈકવાર ફોકીગ મશીનથી રહેણાંક વિસ્તારમાં ફક્ત આંતરિક રોડ પર ધુમાડો કરી પ્રદુષણ ઉભું કરી જતું રહેશે અને મચ્છરોનો ત્રાસ યથાવત રહેશે પ્રોપર કામગીરી જવાબદાર કમૅચારીઓ અધિકારીઓના સુપરવિઝન ને અભાવે કામગીરી થતી નથી અને ભોગ વસાહતીઓ એ બનવું પડશે શહેરના નાગરિકો હજારોનો ટેક્ષ મિલકત વેરો ભરવામાં આવે છે
પરંતુ વસાહતીઓ નાગરિકો ને મળતી સુવિધાઓના નામે તંત્રમાં મીડુછે વાતો શહેરને સ્માર્ટ સિટી બનાવવાની છે પરંતુ ફક્ત વી વીઆઇપીના રહેણાંક અવરજવરના રસ્તાઓ સુખસુવિધાઓ અને ધ્યાન રાખવામાં આવશે સામાન્ય નાગરિકોને સામાન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી જે દુખદ છે નાનો કે મોટો નાગરિક ટેક્ષ સરખો ભળેછે પરંતુ સુવિધાઓ આપવામાં ભેદભાવ કેમ? સેકટરોમા જાહેર સોચાલયો બનાવવામાં આવ્યા છે પરંતુ દિવસમાં નિયમિત બે કે ત્રણવાર સફાઇ થતી નહોય દુગૅધ મારેછે અને જાહેર પબ્લીક ઉપયોગ થતો નથી શૌચાલયમાં પાણીની ટાંકી ભરવામાં આવતી નથી અને બીન ઉપયોગ ને કારણે ખાલી થઇ જાયશે આથી આખો દિવસ પાણી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે ધણાં નળ ટુટી ગયા હોય બદલાતા નથી આથી સફાઇ કમૅચારી હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ
આથી શહેરના નાગરિકોની લાગણી અને માગણી છે કે શહેરના સેકટરોમા રહેણાંક વિસ્તારમાં કોમનચોકમા સાફસફાઈ દવાઓ છંટકાવ ઉધેલ ધાસનો નિકાલ કરવામાં આવે અને જવાબદાર કમૅચારીઓ નું નિયમિત સુપરવિઝન કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે.
કેશરીસિહ બિહોલા પ્રમુખ
ગાધીનગર શહેર વસાહત મહાસંઘ