કલેક્ટરની બેઠક વચ્ચે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ સહિત NSUI નો હોબાળો, જનતા રેડની ચીમકી.
ગાંધીનગર :
સુરત આગની ઘટના બાદ સફાળા જાગેલા ગાંધીનગર તંત્રએ ફાયર સેફ્ટીની ચુસ્ત અમલવારી મુદ્દે મિટિંગ બોલાવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, મ્યુનિસિપલ કમિશનર, ડિવાયએસપી, મામલતદારો, ટીડીઓ તથા ફાયર ઓફિસર સહિતના અધિકારો હાજર હતા. બેઠકની શરૂઆત જ થઈ હતી. ત્યારે ફાયર સેફ્ટી મુદ્દે ઝડપી અને અસરકારક પગલાં લેવાની માંગ સાથે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ સહિત એનએસયુઆઈએ હલ્લાબોલ કર્યો હતો. સભા ખંડની બહાર જ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે રામધૂન બોલવતા કલેક્ટર એસ. કે. લાંગાએ તેમને અંદર બોલાવવાની ફરજ પડી હતી.
બેઠક વચ્ચે જ કલેક્ટર-કોર્પોરેટર વચ્ચે રકઝક!
સુરત આગની ઘટના બાદ સફાળા જાગેલા ગાંધીનગર તંત્રએ ફાયર સેફ્ટી મુદ્દે મિટિંગ બોલાવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકની શરૂઆતમાં આ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ સહિત એનએસયુઆઈએ હલ્લાબોલ કર્યો હતો. અંકિત બારોટે આ મુદ્દે સોમવાર સુધી રાહ જોયા બાદ ઉગ્ર આંદોલન અને જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેની સામે કલેક્ટરે આ મુદ્દે તંત્ર અને સરકાર ગંભીર જ હોવાની વાત કરીને શાંતીથી આંદોલન કરવાનું કહીને કાયદો હાથમાં લેશો તો પરિણામ ભોગવવા પડશે તેમ કહ્યું હતું.