આંતરરાષ્ટ્રીયમનોરંજનરાષ્ટ્રીય

બળાત્કારના આરોપમાં ‘પીપલી લાઇવ’ના સહ-દિગ્દર્શકને 7 વર્ષની સજા

07-3
અમેરિકાની એક સંશોધન કાર્ય કરતી 30 વર્ષની એક મહિલા પર ગયા વર્ષે બળાત્કાર કરવાના ગુનામાં દિલ્હી કોર્ટે ફિલ્મ ‘પીપલી લાઇવ’ના સહ-દિગ્દર્શક મેહમુદ ફારૂકીને કસુરવાર ઠેરવતા વિદેશી મહિલા પર બળાત્કારના ગુના હેઠળ 7 વર્ષની સજા સંભળાવી છે. આ સાથે જ 50 હજારનો દંડ ફટકાર્યો છે.

બળાત્કારના આરોપમાં તારીખ 30 જુલાઇના રોજ મેહમુદને કસુરવાર ઠેરાવામાં આવ્યો હતો અને સાથે જ જામીન પર છુટેલા ફારૂકીને તરત જ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો હતો. તમામ વકીલોએ ફારૂકીની સજા પર ચર્ચા મંગળવારે પુરી કરી લીધી હતી. સરકારી વકીલે કોર્ટને અપીલ કરી હતી કે આ કેસમાં ફારૂકીને મહત્તમ આજીવન કેદ કરવામાં આવે કારણકે પીડિતાને શારીરિક નહીં પરંતુ માનસિક રીતે આઘાત આપ્યો છે જે તેને આજીવન સહન કરવો પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x