ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ટૂંક સમયમાં જ યોજાશે વિધાનસભાની પેટા ચૂંટણી

ગાંધીનગર :

ગુજરાત લોકસભાની ચૂંટણી સાથે વિધાન સભાની ચૂંટણી પણ યોજાઈ હતી. જયારે ભાજપે ચાર લોકસભા બેઠક પર ચાલુ ધારાસભ્યને ટીકીટ આપી હતી અને તે અને તમામ વિધાનસભા અને લોકસભાની બેઠક પર ભાજપનો ભગવો લેહરાતા ચાર ધારસભ્યો કે જે હવે સાંસદ બની ગયા છે તે પોતાના ધારાસભ્ય પદેથી રજીનામું આપવું પડશે. અને ફરી એક વખત ગુજરાત વિધાનસભની પેટાચૂંટણી ઓક્ટોબર ૨૦૧૯માં યોજાશે. વર્ષ ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન ધારાસભ્યોના પક્ષપલટાને કારણે ઘણી પેટા ચૂંટણી યોજવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ સૌપ્રથમ જસદણ બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલ કુવરજી બાવળીયાએ ભગવો ધારણ કરતા તેમની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજ્વામા આવી હતી. અને ત્યાર બાદ ક્રમશઃ ૪ કોંગ્રેસી ધારાસભ્યો ભગવો ધારણ કરતા ગયા અને વિધાનસભાની બેઠકો ખાલી પડતી ગયી. અને તેની પેટા ચૂંટણી પણ લોકસભાની સાથે જ યોજવામાં આવી હતી.

હવે ૪ ભાજપી ધારાસભ્ય કે જે હવે સાંસદ બની ગયા છે. તેમને આગામી બે અઠવાડિયામાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા તે ચાર બેઠક પણ ખાલી પડશે. આ બેઠક પર આગામી ઓક્ટોબરમહિનામાં પેટા ચૂંટણી યોજાશે. આ ચાર ધારાસભ્યોમાં અમદાવાદ-અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, રાજયકક્ષાના મંત્રી અને થરાદ ધારાસભ્ય પરબતભાઈ પટેલ, લુણાવાડા ના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ અને ખેરાલુના ભરતસિંહજી નો સમાવેશ થા છે. સાથે તલાલા અને દ્વારકા બેઠક માં પણ વિવાદ હોવાથી તેનો પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સાથે સાથે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અમિત શાહ અને સ્મ્રુતીરનિ પણ લોકસભાની ચૂંટણી જીતી ગયા હોવાથી રાજ્યસભામાંથી રાજીનામાં આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x