ગાંધીનગર

નાતાલની ઉજવણીને લઈ ધ હેંગઆઉટ કાફે એન્ડ રેસ્ટો. ખાતે મિલાપ ટાટારિઆ દ્વારા આયોજિત સંગીત ખુરશી સ્પર્ધા યોજાઇ

નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ધ હેંગઆઉટ કાફે એન્ડ રેસ્ટો. કુડાસણ ખાતે મિલાપ ટાટારિઆ દ્વારા આયોજિત, ટ્રીક ટુ ક્રિએટ અને દેવેમ એબેકસ ના સહયોગથી સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરગાસણ, કુડાસણ, ચાંદખેડા, છાલા, અમદાવાદ અને ગાંધીનગર સહિતના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોમાં આનંદ-ઉલ્લાસ છવાયો હતો. ટ્રીક ટુ ક્રિએટના સંચાલિકા હિરલ જોશી અને દેવેમ એબેકસના ડિરેક્ટર બિંદુ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહી એમના વરદહસ્તે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સહભાગીઓને સરપ્રાઇઝ ગિફ્ટમાં કંન્ટેનર, પેરોટ બોલપેન અને સંતા કેપ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે સંગીત ખુરશીમાં સ્પર્ધામાં પ્રથમ વિજેતાઓમાં અલીના પઠાણ ( સર્જનાત્મક સ્માર્ટ ટ્રેક ), હેતશ્વી વાઘેલા ( લુડો સાથે સાપ અને સીડી ગેમ ) અને ચાર્વી રાવલ ( હાર્ડકોટ કુકવેર ) ઇનામો આપવામાં આવ્યા હતા. સ્પર્ધાનું સંપૂર્ણ સંકલન તનિષા ટાટારિઆ અને ગ્રીષ્મા દફતરી દ્વારા કરવામાં આવ્યું હતું. ધ હેંગઆઉટ કાફે અને રેસ્ટો. ના ઓનર કિરણકુમાર વહોનિયાનો વિશેષ સહયોગ રહ્યો હતો તથા આયોજક મિલાપ ટાટારિઆ અને કિરણકુમાર વહોનિયાએ વિજેતાઓને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સ્પર્ધાને સફળ બનાવવા માટે વાલીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x