ગુજરાતરાષ્ટ્રીય

સમગ્ર દેશમાં 82 ટકા સોલાર રૂફટોપ માત્ર ગુજરાતમાં: ઉર્જાપ્રધાન કનુભાઈ દેસાઈ

રહેણાંકમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહિત કરવા સરકારની ખાસ યોજના વચ્ચે સમગ્ર દેશમાં 82 ટકા સોલાર રૂફટોપ માત્ર ગુજરાતમાં હોવાનું રાજયના ઉર્જાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભામાં પ્રશ્ર્નનો જવાબ આપતા ઉર્જામંત્રીએ ચુંટણીમાં મફત વિજળીનું વચન આપનાર વિપક્ષ પર ટોણો માર્યો હતો અને એમ કહ્યું હતું કે 200 કે 300 યુનિટ વિજળી મફત આપવાના બદલે રહેણાંક સોલાર રૂફટોપ શ્રેષ્ઠ છે.
ગુજરાતમાં અંદાજીત પાંચ લાખ મકાનો પર સોલાર રૂફટોપ છે અને અત્યાર સુધીમાં તેઓએ અંદાજીત રૂા.2000 કરોડની વિજબચત કરી છે એટલું જ નહીં વધારાની વિજળી વેચીપને 200 કરોડની કમાણી પણ કરી છે. આ લોકો પાસેથી રાજય સરકાર યુનિટદીઠ રૂા.2.25ના ભાવે વિજળી ખરીદ કરે છે.
ગુજરાતમાં 1થી10 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલારમાં સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. લોકો વિજબીલમાં બચત કરવાની સાથોસાથ વધારાની વિજળી ઉર્જાવિભાગને વેચીને કમાણી પણ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ‘પ્રધાનમંત્રી સુર્યોદય યોજના’ પણ જાહેર કરી છે જે અંતર્ગત એક કરોડ પરિવારોને રૂફટોપ સોલારનો લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળની સબસીડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *