ગાંધીનગરગુજરાત

ધોલેરા સર માં રોકાણ કરનારાઓ માટે આનંદની લહેર : ધોલેરા ખાતે ન્યૂ અમદાવાદ એરપોર્ટનું કામ 2020માં શરૂ કરી 3 વર્ષમાં પૂર્ણ કરાશે.

 

અમદાવાદઃ
અમદાવાદ સહિત દેશના તમામ મોટા શહેરોમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બે-બે એરપોર્ટની યોજના અમલમાં મૂકી છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરાંત અમદાવાદથી 80 કિલોમીટર દૂર ન્યૂ અમદાવાદ એરપોર્ટ ધોલેરા ખાતે 1426 હેક્ટર જમીનમાં બનાવાશે. પીપીપી ધોરણે તૈયાર થનાર આ એરપોર્ટની કામગીરી 2020માં શરૂ કરી ત્રણ વર્ષમાં પૂર્ણ કરાશે.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કોર્પોરેશનની ગાંધીનગરમાં બોર્ડ મિટિંગ યોજાઈ હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રા, ધોલેરા સરના મેનેજિંગ ડિરેક્ટર સહિત રાજ્ય સરકારના અન્ય ઉચ્ચ અધિકારીઓની બોર્ડ મિટિંગમાં એરપોર્ટ માટે જરૂરી જમીન સંપાદન, પાણી, ડ્રેનેજ સુવિધા, વીજ સપ્લાય સહિત અન્ય મુદ્દાઓ અંગે પણ વિચારણા થઈ હતી. નાણાંકીય વર્ષ 2020-21ની શરૂઆતમાં એરપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. પ્રથમ તબક્કે લગભગ 2000 કરોડના ખર્ચે એરપોર્ટની કામગીરી શરૂ થયા બાદ ત્રણ વર્ષમાં પૂર્ણ કરી ત્યાંથી ફ્લાઈટનું સંચાલન શરૂ કરી દેવાશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યું હતું, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશલન એરપોર્ટ પર ફ્લાઈટોની સંખ્યા સતત વધી રહી છે અને અત્યારે આ સંખ્યા 250 સુધી પહોંચી ગઈ છે. આ એરપોર્ટ ચારેબાજુથી ઘેરાયેલો હોવાથી હવે તેનો વિસ્તાર વધારી શકાય તેમ નથી. આ સ્થિતિમાં શહેરમાં બીજા એરપોર્ટની જરૂરિયાત છે. જેને ધ્યાનમાં રાખી ધોલેરા ખાતે ન્યૂ અમદાવાદ એરપોર્ટ તૈયાર કરાઈ રહ્યું છે. આ ઉપરાંત દેશમાં મુંબઈ ખાતે ન્યૂ મુંબઈ, દિલ્હીમાં ઘેવર એરપોર્ટ, રાજકોટમાં ન્યૂ રાજકોટ સહિત તમામ મોટા શહેરોમાં તબક્કાવાર વધુ એક એરપોર્ટ તૈયાર કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x