સુપ્રીમ કોર્ટમાં રજાઓ પૂરી, હવે અયોધ્યા અને રાફેલ જેવા મહત્વના મુદ્દાઓ વિશે સુનાવણી શરૂ થશે
નવી દિલ્હી :
છ સપ્તાહની રજાઓ પછી સુપ્રીમ કોર્ટે 1 જુલાઈથી ફરી મહત્વના કેસની સુનાવણી કરશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા અને રાફેલ જેવા મહત્વના કેસની પણ સુનાવણી કરવામાં આવશે. આ સિવાય સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે રાફેલ મામલે ચોકીદાર ચોર છે ટીપ્પણી વિશે પણ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 31 જજ એક સાથે 1 જુલાઈથી તેમના કામની શરૂઆત કરશે. માનવામાં આવે છે કે, રાફેલ મામલે બીજી વખત સુનાવણીમાં કોર્ટ જલદી તેમનો નિર્ણય સંભળાવી શકે છે. સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર 2018માં રાફેલ વિમાનની ખરીદીને પડકારતી દરેક અરજી નકારી દીધી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ યશંવત સિન્હા, અરુણ શૌરી અને પ્રશાંત ભૂષણે આ નિર્ણયની સમીક્ષા માટે અરજી દાખલ કરી છે.
અયોધ્યા વિવાદમાં સહમતીથી ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે પેનલ બનાવી છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિની માલીકીના હક મામલે બંધ રૂમમાં થયેલી સુનાવણી પર બધાની નજર ટકેલી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એફ.એમ.કલીફુલ્લાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની પેનલ મામલે આંતરિક સહમતીથી ઉકેલ લાવવા માટે સુનાવણી કરવામાં આવી હતી. આ પેનલમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને સીનિયર વકીલ શ્રીરામ પાંચૂ પણ સામેલ છે. ચીફ જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 સભ્યોની બેન્ચે પેનલને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં અલાહાબાદ કોર્ટે 2010ના તે નિર્ણય વિરુદ્ધ 14 અરજી કરી હતી. જેમાં કોર્ટે 2.77 એકર વિવાદિત જમીન સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લાને ત્રણ ભાગે વહેચી દીધી હતી.