સ્ટેમ્પ ના ભાવમાં ૩૦૦ ટકાનો વધારો આજથી થશે અમલ.
ગાંધીનગર :
રાજ્ય સરકાર દ્વારા પ્રિન્ટીંગ અને કાગળના ભાવ વધતા સ્ટેમ્પના દર માં વધારો કરતું વિધેયક ગત વિધાનસભા બજેટ સત્રમાં પસાર કરવામાં આવ્યુ હતું હવે તેમાં કરાયેલા વધારાનો અમલ 5મી ઓગસ્ટ થી રાજ્યમાં અમલમાં મુકવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે રવિવારે કરી હતી. જે અંતર્ગત હવેથી સ્ટેમ્પ માં ૩૦૦ ટકા સુધીનો વધારો થશે.
આજ થી નવા અને સુધારેલા સ્ટેમ્પ એક્ટ ની જોગવાઈ મુજબ સ્ટેમ્પ વાપરવા ફરજીયાત થશે. અયોગ્ય અને અપૂરતા સ્ટેમ્પ ઉપર જો દસ્તાવેજ કર્યો હશે તો પુરાવા પાત્ર ગણાશે નહિ
સોગંદનામું – ૫૦/સ્ટેમ્પ પેપર
છૂટાછેડા – ૩૦૦/-
નોટરી નું લખાણ – ૫૦/- ની ટિકિટ
પાવર ઓફ એટર્ની – ૩૦૦/- સ્ટેમ્પ પેપર
હક કમીનું લખાણ – ૨૦૦/-
બાંહેધરી ખત – ૩૦૦/-