5 બોર્ડેર રાજ્યોના 27 યુવાનો માટે ગાંધીનગરમાં સીમાવર્તી ક્ષેત્ર યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત યુવાઓ દ્વારા અટલ બ્રીજની મુલાકાત લેવામાં આવી
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત માય ભારત અને નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા ૫ રાજ્યો જેમજ કે પંજાબ , હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ , ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનનાં ૨૭ યુવાનો માટે સીમાવર્તી કસ્તર યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યો છે.આ કાર્યક્રમમાં સોલન જિલ્લાના ૫, રુદ્રપ્રયાગ જિલ્લાના ૫, પીલીભીતના ૫, તરણતરણ જિલ્લાના ૫ અને જૈસલમેર જિલ્લાના ૭ યુવાનો ભાગ લઇ રહ્યા છે. યુવાનોના ગાંધીનગરના પ્રવાસ દરમિયાન શૈક્ષણિક, એતિહાસિક , સાંસ્કૃતિક મહત્વના સ્થળોની મુલાકાત કરવામાં આવશે. આજ રોજ યુવાઓને અમદાવાદમાં અટલ બ્રિજ, ગાંધીજી સ્મૃતિ કેન્દ્ર, સાબરમતી રિવર ફ્રન્ટની મુલાકાત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રી માય ભારતની કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે.