તિરુવનંતપુરમ-મેંગલુરુ વચ્ચે દોડશે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત
દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવાની છે, જે કેરળના તિરુવનંતપુરમ અને મેંગલુરુ વચ્ચે દોડશે. આ ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં એસી 3 ટાયર, એસી 2 ટાયર અને ફર્સ્ટ ક્લાસ એસી કોચ હશે, જેમાં અંદાજે 823 મુસાફરોની ક્ષમતા રહેશે. ટ્રેનમાં આધુનિક સુવિધાઓ હશે, જેમ કે રીડિંગ લાઇટ, યુએસબી ચાર્જિંગ, અને સુરક્ષા કેમેરા. રેલ્વે બોર્ડ દ્વારા રૂટ અને સમયપત્રકને અંતિમ મંજૂરી મળ્યા બાદ ટ્રેનનું સંચાલન શરૂ થશે.