અરવલ્લીમાં અકાળે વરસાદ: ચોમાસા જેવો માહોલ, ખેડૂતો ચિંતિત
મોડાસા: અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત ડિપ ડિપ્રેશનમાં ફેરવાતા આ અચાનક હવામાન પલટાયું છે. મોડાસા સહિત અરવલ્લીના છ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લીધે ધંધા-રોજગાર પર જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ કમોસમી વરસાદથી ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.