ગાંધીનગર ખાતે કોલ્ડ ચેઇન ડેવલપમેન્ટ પર એક દિવસીય વર્કશોપ યોજાયો
રાજ્યભરમાં બાગાયતી પાકોનો વિસ્તાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તેની સાથે સંલગ્ન માળખાકીય સુવિધાઓની માંગ/ જરૂરીયાત વધી રહી છે. બાગાયતી પાકોને લાંબા ગાળામાટે સંગ્રહ કરવા, બજાર સુધી પહોંચાડવા કે નિકાસલક્ષી કામગીરી માટે કોલ્ડચેઈન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બાગાયત ખાતા દ્વારા કોલ્ડ ચેઈન ડેવલપમેન્ટ માટે વિવિધ ઘટકો જેવા કે કોલ્ડ સ્ટોરેજ, રાઈપનિંગ ચેમ્બર, કોલ્ડ રૂમ, ઇન્ટીગ્રેટેડ પેકહાઉસ વિગેરેમાં સહાય આપવામાં આવે છે. ઉક્ત ઘટકોમાં ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫માં પ્રકાશિત થયેલ નવીન માર્ગદર્શિકા બાબતે બાગાયત ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને નેશનલ સેન્ટર ફોર કોલ્ડ ચેઈન ડેવલપમેન્ટ (NCCD), ગુરૂગ્રામના સંયુક્ત ઉપક્રમે “Engineering Guidelines and Minimum System Standards for Implementation in Cold Chain Components” વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીસેસ્ટર મેનેજમેન્ટ (GIDM), રાયસણ, ગાંધીનગર ખાતે તા.૧૦/૦૬/૨૦૨૫ના રોજ કરવામાં આવેલ હતું. સદરહુ કાર્યક્રમમાં બાગાયત ખાતાના ઉચ્ચ અધિકારીઓ, NCCDના સીઓઓ/ COO તેમજ તકનીકી વિશેષજ્ઞ હાજર રહ્યા હતા. રાજ્યમાંથી ૧૫૦ થી વધુ બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ, કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન અને અન્ય તમામ સ્ટેક હોલ્ડર્સ હાજર રહી માહિતી આપી હતી.