મેઘાલયમાં રાજા રઘુવંશીની હત્યા: પત્ની અને પ્રેમી સહિત ચાર ઝડપાયા
મેઘાલયમાં ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીની હત્યા મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં રાજાની પત્ની સોનમ, તેના પ્રેમી રાજ કુશવાહા, અને ત્રણ સોપારી કિલર આકાશ, વિશાલ અને આનંદની સંડોવણી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજ કુશવાહાએ ત્રણ સોપારી કિલરોને હાયર કર્યા હતા. રાજા અને સોનમ વેસોડોગ વોટરફોલ ખાતે ફરવા ગયા ત્યારે આ સુનિયોજિત હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં પત્ની સોનમ પણ હાજર હતી. પોલીસે તમામ આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા અને તેમની પૂછપરછ ચાલી રહી છે.