ahemdabadગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનાનો વિડીયો રેકોર્ડ કરનાર વિદ્યાર્થી આર્યને વર્ણવી આપવીતી

અમદાવાદ: અમદાવાદમાં ગુરુવારે બપોરે બનેલી પ્લેન દુર્ઘટનાનો સંપૂર્ણ વીડિયો એક વિદ્યાર્થીના કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો, જેણે અનેક સવાલો ઉભા કર્યા હતા. આ વીડિયો રેકોર્ડ કરનાર આર્યન નામના વિદ્યાર્થીએ ખુદ આ અંગે માહિતી આપી છે. ગુરુવારે જ પોતાના ગામથી અમદાવાદ પહોંચેલા આર્યને જોયું કે તેના ઘર નજીક જ એરપોર્ટ હતું અને ત્યાંથી વિમાનોની સતત અવર-જવર ચાલુ હતી.

આ દ્રશ્યથી ઉત્સાહિત થઈને આર્યને મિત્રોને બતાવવા માટે વિમાનનો વીડિયો બનાવવાનું નક્કી કર્યું. જોકે, આ દરમિયાન એર ઇન્ડિયાનું બોઇંગ-૭૮૭ વિમાન ઉડાન ભરી રહ્યું હતું. આર્યને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, પરંતુ જોતજોતામાં વિમાન નીચે આવી ગયું અને એક બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ દુર્ઘટના એટલી ભયાવહ હતી કે તેનાથી લાગેલી આગથી આખો વિસ્તાર ધુમાડાગ્રસ્ત થઈ ગયો.

આર્યને જણાવ્યું કે, “જ્યારે હું વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો ત્યારે મને ખબર નહોતી કે આ વિમાન પડી જશે અને તેમાં સવાર ૨૭૪ લોકોના મૃત્યુ થઈ જશે. હું ફક્ત મારા મિત્રોને બતાવવા માટે વિમાનનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો.” તેણે ઉમેર્યું કે, “પહેલાં પસાર થતા વિમાનો ઘણી ઊંચાઈથી જઈ રહ્યા હતા, પરંતુ આ વિમાન ખૂબ નીચેથી પસાર થતું હતું. નીચેથી પસાર થતા વિમાનને લઈને મનમાં પ્રશ્ન થયો, પણ હું કંઈ સમજી શકું તે પહેલાં જ આખું વિમાન આગનો ગોળો બની ગયું અને લગભગ તમામના મોત નીપજ્યા.” આર્યન આ ઘટનાથી ઘણો ડરી ગયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *