આંતરરાષ્ટ્રીયરમતગમત

શૂટિંગ વર્લ્ડ કપમાં સુરુચી સિંઘનો સુવર્ણ દેખાવ: ૧૦ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડની હેટ્રિક

મ્યુનિક, જર્મની: ભારતીય મહિલા શૂટર સુરુચી ઈન્દર સિંઘે શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ તેની વ્યક્તિગત ઇવેન્ટમાં સતત ત્રીજી ગોલ્ડ મેડલ જીત છે, જેના કારણે તેના વતન હરિયાણા સહિત સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.

૧૯ વર્ષીય સુરુચીએ ISSF મ્યુનિક વર્લ્ડ કપમાં મહિલા કેટેગરીની ૧૦ મીટર એર પિસ્તોલ ફાઇનલમાં ૨૪૧.૯નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો. તેણે આ ફાઇનલમાં ફ્રાન્સની કેમિલ જેડ્રઝેજેવસ્કીને માત્ર ૦.૨ પોઈન્ટના નજીવા અંતરથી હરાવી હતી. ચીનની યાઓ કિઆનક્સુને કુલ ૨૨૧.૭ પોઈન્ટ્સ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

ભારતીય શૂટર ફાઇનલમાં ૫૨.૧ના શરૂઆતના રાઉન્ડ સાથે આગળ હતી. જોકે, એલિમિનેશન રાઉન્ડમાં તેણે પોતાની લીડ ગુમાવી દીધી હતી, પરંતુ છેલ્લા કેટલાક શોટમાં જોરદાર વાપસી કરીને ફ્રાન્સની કેમિલને પછાડી દીધી. અગાઉ, સુરુચી સિંઘે શુક્રવારે ISSF શૂટિંગ વર્લ્ડ કપના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૫૮૮ પોઈન્ટ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું, અને ત્યારબાદ ફાઇનલમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *