ગાંધીનગરમાં તા. ૧૮ જુલાઈએ રોજગાર શિબિર: દહેગામ ખાતે ભરતીમેળો અને સ્વરોજગારનું આયોજન
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે તા. ૧૮/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે દહેગામ (Dahegam) માં એક વિશેષ રોજગાર ભરતીમેળા (Job Fair) અને સ્વરોજગાર (Self-Employment) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વાડી, વર્ધમાન સ્કૂલની સામે, નરોડા રોડ, દહેગામ ખાતે યોજાશે.
આ ભરતીમેળામાં ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાશે. ૧૮ થી ૩૫ વર્ષની વયના ધો. ૧૦-પાસ, ધો.૧૨-પાસ, ડિપ્લોમા (Diploma), આઈ.ટી.આઈ. (ITI) તમામ ટ્રેડ (Trade) અને કોઈપણ સ્નાતક કક્ષાના ઊત્તીર્ણ થયેલા શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારો અનુબંધમ પોર્ટલ (Anubandham Portal) www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન (Registration) કરી શકે છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા (Biodata) સાથે લાવવાના રહેશે. જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે કે, માત્ર ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો જ ભાગ લઈ શકશે.