રાષ્ટ્રીય

MLA અલ્કા લાંબાએ AAPમાંથી આપ્યું રાજીનામું, કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો.

નવી દિલ્હી:

દિલ્હીથી ચાંદની ચોકના ધારાસભ્ય અલ્કા લાંબાએ આજે આમ આદમી પાર્ટીની પ્રાથમિક સભ્યમાંથી રાજીનામું આપી દીધું છે. અલ્કા લાંબાએ ટ્વિટર પર લખ્યું છે કે, ‘AAPને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહી છું. છેલ્લાં 6 વર્ષમાં ઘણું શીખવી મળ્યું.’ નોંધનીય છે કે અલ્કા લાંબાએ 3 સપ્ટેમ્બરને મંગળવારના રોજ જ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી અલ્કા લાંબા કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો શરૂ થઈ ગઈ

અલ્કા લાંબાએ મંગળવારે વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના ઘરે જ મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી આગામી વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રીય પાટનગરમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં અલ્કા લાંબા કોંગ્રેસમાં સામેલ થાય તેવી અટકળો શરૂ થઈ ગઈ છે.

અલ્કા લાંબા છેલ્લા કેટલાક મહિનાઓથી આમ આદમી પાર્ટીની સાથે વિવિધ મુદ્દે વિવાદમાં સંકળાયેલી જોવા મળી રહી છે. ઓગસ્ટની શરૂઆતમાં લાંબાએ કહ્યું હતું કે, તેમણે પાર્ટીની પ્રાથમિક સભ્યતા પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે અને તેઓ એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે આગામી વિધાનસભા ચૂંટણી લડશે.

ત્યારપછી AAPએ કહ્યું હતું કે, તેઓ અલ્કા લાંબાનું રાજીનામું સ્વીકારવા તૈયાર છે. તાજેતરમાં જ થયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન પછી અલ્કા લાંબાએ પાર્ટીની ખૂબ નિંદા કરી હતી. તેમણે પાર્ટી પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે જવાબ પણ માંગ્યો હતો. ત્યારપછી તેમને AAP સભ્યોના ઓફિશિયલ એકાઉન્ટ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

અલ્કા લાંબા પાર્ટીના લોકસભા અભિયાનમાં પણ સામેલ નહતા થયા. નોંધનીય છે કે, આવતા વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં 70 વિધાનસભા વિસ્તાર માટે ચૂંટણી થવાની છે. આમ આદમી પાર્ટીએ 2015ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસીક જીત મેળવીને 70માંથી 67 સીટો જીતી હતી. જ્યારે 1998થી 2013 સુધી અહીં સતત કોંગ્રેસની સરકાર રહી હતી અને આ ચૂંટણીમાં તે તેનું ખાતુ પણ ખોલી શકી નહતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x