આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ચંદ્રયાન-2નું લેન્ડર ચંદ્ર પર ટકરાઈને ઊંધું થઈ ગયું, પરંતુ હજી અકબંધ : ઈસરો

બેંગાલુરૂ :

ચંદ્રયાન-2 અંગે ઈસરોએ સોમવારે એક સારા સમાચાર આપ્યા છે. ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ટકરાઈને ઊંધું થઈ ગયું છે, પરંતુ તે હજી પણ સિંગલ પીસ તથા અકબંધ છે જ્યારે વિક્રમ સાથે પુન: સંપર્ક સાધવાના ઈસરોના પ્રયાસો ચાલુ છે તેમ ઈસરોના અિધકારીઓએ સોમવારે જણાવ્યું હતું. વિક્રમ લેન્ડરે પ્રજ્ઞાન રોવર સાથે 6ઠ્ઠી સપ્ટેમ્બરે મોડી રાત્રે ચંદ્રની સપાટી પર તેના અંતિમ સોફ્ટ લેન્ડિંગ વખતે ઈસરો સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.

ચંદ્રયાન-2 મિશન સાથે સંકળાયેલા ઈસરોના અિધકારીઓએ દાવો કર્યો હતો કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર જ છે અને તે સિંગલ પીસમાં છે. તે તૂટી ગયું નથી, સલામત છે. જોકે, તે ઊંધું થઈ ગયું છે.

ચંદ્રની સપાટી પર ઉતરાણ વખતે માત્ર 2.1 કિ.મી. દૂરથી સંપર્ક ગુમાવ્યા બાદ લેન્ડર ચંદ્રની સપાટી પર ટકરાયું હોવા છતાં તે ચંદ્ર પર નિશ્ચિત જગ્યાએ ઉતરાણના સૃથળથી ઘણી નજીક છે તેમ ચંદ્રયાન-2ના ઓર્બિટરના ઓનબોર્ડ કેમેરા દ્વારા મોકલાયેલી તસવીરો પરથી સ્પષ્ટ થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.

લેન્ડર સાથે પુન: સંપર્ક સૃથાપિત થઈ શકે છે કે કેમ તે ચકાસવા માટે અમે દરેક પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ. ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (આઈટીટીસીએન)માં ઈસરોની ટીમ તેનું કામ કરી રહી છે.

ચંદ્રયાન-2માં એક ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનો સમાવેશ થાય છે. લેન્ડર અને રોવરની મિશન લાઈફ એક લુનાર ડે એટલે કે પૃથ્વીના 14 દિવસ જેટલી છે.

ઈસરોના વડા કે. સિવાને શનિવારે જણાવ્યું હતું કે અવકાશ સંસૃથા 14 દિવસ સુધી લેન્ડર સાથે સંપર્ક પુન: સૃથાપિત કરવાનો પ્રયાસ કરશે અને ઓર્બિટરના કેમેરાએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું લોકેશન શોધ્યા બાદ રવિવારે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ઈસરો વિક્રમ સાથે પુન: સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ રાખશે.

ઈસરો એિધકારીઓએ જણાવ્યું હતું કે લેન્ડર સાથે પુન: સંપર્ક થવાની સંભાવનાઓ બહુ ઓછી છે, કારણ કે તેની સિસ્ટમ કાર્યરત હોવાની સંભાવનાઓ બહુ ઓછી છે. સિવાય કે લેન્ડરમાં બધું જ અખંડિત હોય તો તેનો સંપર્ક થઈ શકે છે. જો લેન્ડરમાં બધી જ સિસ્ટમ કામ કરી શકવાની સિૃથતિમાં હોય તો જ સંપર્ક પુન: સૃથાપિત થઈ શકશે અને આવી સંભાવનાઓ ખૂબ જ ઓછી છે.

ઈસરોના અન્ય એક અિધકારીએ જીઓસ્ટેશનરી ઓર્બિટમાં સંપર્ક વિહિન થઈ ગયેલા એક સ્પેસક્રાફ્ટ સાથે પુન: સંપર્ક સાધવાના ઈસરોના અનુભવને યાદ કરતાં અવકાશ યાત્રીએ કહ્યું કે લેન્ડરનો કેસ અલગ છે. વિક્રમના કિસ્સામાં ત્યાં કામગીરીની ફ્લેક્સિબિલિટી નથી. જોકે, લેન્ડરના એન્ટેનાની પોઝિશનિંગ ઘણી મહત્વની છે. તે ગ્રાઉન્ડ સ્ટેશન આૃથવા ઓર્બિટર તરફ હોય તો તેની સાથે પુન: સંપર્ક સૃથાપિત થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રકારની કામગીરી ખૂબ જ મુશ્કેલ છે અને આપણે આ બાબતે આશા રાખી શકીએ છીએ. વિક્રમ લેન્ડરમાં ત્રણ પેલોડ છે, જેમાં રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઈપરસેન્સિટિવ લોનોસ્ફિયર અને એટમોસ્ફિયર (આરએએમબીએચએ), ચંદ્રની સરફેસ થર્મો-ફિઝિકલ એક્સપેરીમેન્ટ (ચાએસટીઈ) અને ઈન્સ્ટ્રૂમેન્ટ ફોર લુનાર સેસ્મિક એક્ટિવિટી (આઈએલએસએ)નો સમાવેશ થાય છે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x