રાષ્ટ્રીય

ગુરુગ્રામમાં ભારે વરસાદથી ટ્રાફિક જામ: વાહનચાલકો કલાકો સુધી અટવાયા

ગુરુગ્રામ: દિલ્હી-એનસીઆરમાં સોમવારે સવારથી જ સતત વરસાદના કારણે ગુરુગ્રામના મુખ્ય રસ્તાઓ પર ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને દિલ્હી-જયપુર હાઈવે પરના ઇફ્કો ચોક પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે સેંકડો વાહનચાલકો કલાકો સુધી અટવાઈ ગયા હતા. વરસાદે ગરમીમાંથી રાહત આપી, પરંતુ શહેરી જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું.

પીક અવર્સ દરમિયાન સતત વરસાદને લીધે વાહનોની ગતિ ખૂબ ધીમી થઈ ગઈ હતી. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને અડધો કલાકનો રસ્તો કાપવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો. ગુરુગ્રામ શહેરની સ્થિતિ માત્ર ઇફ્કો ચોક પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ મોટાભાગના રસ્તાઓ જામ થઈ ગયા હતા.

આ પરિસ્થિતિને જોતા, ડીસી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ અજય કુમારે તાત્કાલિક એક એડવાઈઝરી બહાર પાડી છે. તેમણે શાળા અને કોર્પોરેટ ઓફિસોને ઓનલાઈન કામકાજ ગોઠવવાની સલાહ આપી છે. હવામાન વિભાગે પણ મંગળવાર માટે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

દરમિયાન, કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ મુદ્દે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્રાફિક જામનો વીડિયો શેર કરીને લખ્યું કે, “2 કલાક વરસાદ એટલે ગુરુગ્રામમાં 20 કિમી ટ્રાફિક જામ. આ ભાજપનું ‘ટ્રિપલ એન્જિન મોડેલ’ છે.” આ નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *