ગાંધીનગર

ગાંધીનગરમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ: ૨૪ કલાક પાણી માટે એક દિવસનો શટડાઉન

ગાંધીનગર: ગાંધીનગરને સ્માર્ટસિટી બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ દ્વારા શહેરના જુના સેક્ટરોમાં ૨૪ કલાક પાણી પુરવઠાની ટેસ્ટિંગ કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે. હવે નવા સેક્ટરોમાં પણ આ સુવિધા શરૂ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ કામગીરીના ભાગરૂપે આવતીકાલે, ૪ સપ્ટેમ્બરના રોજ, સેક્ટર-૧ થી સેક્ટર-૧૩માં પાણી પુરવઠો બંધ રહેશે.

આ પાણી પુરવઠો બંધ રાખવાનું કારણ ચરેડી હેડવર્ક્સ ખાતે સંપના આંતરિક જોડાણનું મહત્વપૂર્ણ કામ કરવાનું છે. આ જોડાણ પૂર્ણ થયા બાદ, નવા સેક્ટરોમાં પણ જુના સેક્ટરોની જેમ પૂરતા દબાણ સાથે ૨૪ કલાક પાણી પહોંચાડી શકાશે. આ એક દિવસના શટડાઉન બાદ, ૫ સપ્ટેમ્બરની રાત્રે પાણી પુરવઠો ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે.

નવા કાર્યપાલક ઈજનેરના આવ્યા બાદ આ પ્રોજેક્ટની કામગીરીએ નોંધપાત્ર વેગ પકડ્યો છે. આ પ્રોજેક્ટ સફળ થતાં ગાંધીનગરના નાગરિકોને નિયમિત અને વધુ સારી પાણી પુરવઠો મળશે, જેનાથી તેમની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *