શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર દ્વારા શિવ અભિષેક સહ શિવ આરાધનાની ઉજવણી નિમિતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગર :
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેક્ટર-૨૬ પાંખ, ગાંધીનગર દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં થયેલ શિવ અભિષેક સહ શિવ આરાધનાની ઉજવણી નિમિતે તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને નવા હોદ્દેદારોની વરણીનો કાર્યક્રમ અતિથિ વિશેષ શ્રી નિશિત વ્યાસના મહેમાનપદે સમાજના અગ્રણી દાતા સર્વશ્રી જગદીશ દાદા, વિષ્ણુભાઈ જાની, રજનીકાંત દવે તથા ગાંધીનગર મહાનગર સેવા સદનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં શ્રી ભરતભાઈ રાવલે શ્રીયંત્ર અંકિત મહાદેવના પારાના શિવલિંગની પવિત્ર શ્રાવણ માસમાં સેક્ટર ૨૬ના સૌ બ્રહ્મ-બંધુઓના ઘરે છેલ્લા ૧૦ વર્ષથી કરવામાં આવતી શિવ આરાધના અને તેની શાસ્ત્રોયુક્ત પુસ્તિકા વિષે દરેકને સુમાહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દાતાશ્રી તથા અતિથિ વિશેષ મહાનુભાવોના હસ્તે સમાજના જુ.કે.જી.થી ધો-૧૨ તેમજ વિવિધ ક્ષેત્રે નિષ્ણાંતની પદવી મેળવનાર વ્યક્તિઓને વિશિષ્ટ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
સર્વસંમતિથી નવા હોદ્દેદારોની પસંદગીમાં શ્રી દિનેશ જાની પ્રમુખ, ડૉ.દિવ્યેશ હર્ષદકુમાર શાસ્ત્રી તથા શ્રી શૈલેષ દવે ઉપપ્રમુખ, શ્રી કૃષ્ણ રાવલ મંત્રી, શ્રી નીતિન ઠાકર સહમંત્રી, શ્રી નરેન્દ્ર રાવલ ખજાનચી અને સર્વશ્રી જયંત રાવલ, રાજન ત્રિવેદી, આશુતોષ ત્રિવેદી, તુષાર શુક્લ, અજય શુક્લ, કૌશિક જાની, નવીન ત્રિવેદી, મિતેષ વ્યાસ અને તીર્થ ત્રિવેદીનો બ્રહ્મસમાજ સેક્ટર ૨૬ ગાંધીનગરની કારોબારીમાં સમાવેશ કરેલ છે. સાથોસાથ શિવ આરાધના સમિતિ અને સલાહકાર સમિતિ પણ નક્કી કરવામાં આવી હતી.