વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને શાંતિનો નોબેલ પુરસ્કાર 2025 એનાયત
ઔદ્યોગિક એન્જિનિયર અને રાજકારણી મચાડો ‘વેન્ટે વેનેઝુએલા’ (Vente Venezuela) નામના રાજકીય પક્ષના રાષ્ટ્રીય સંયોજક છે. 2023ની વિપક્ષી પ્રાઇમરી ચૂંટણીમાં તેમને જબરજસ્ત 92% વોટ મળ્યા હતા, જેના કારણે તેઓ રાષ્ટ્રપતિ પદના મુખ્ય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. આલ્ફ્રેડ નોબેલની ઇચ્છા મુજબ, શાંતિનો નોબેલ પુરસ્કાર રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો અને શાંતિને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ અથવા સંસ્થાને આપવામાં આવે છે.