ગાંધીનગર

ગાંધીનગરમાં રેતી ચોરીનું મોટું નેટવર્ક પકડાયું: સાબરમતી નદીમાં દરોડો

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અનોડીયા ગામે સાબરમતી નદીમાં વહેલી પરોઢે ભૂસ્તર વિભાગે દરોડો પાડીને રેતી ચોરીનું મોટું નેટવર્ક પકડી પાડ્યું છે. આ દરોડામાં 12 જેટલા વાહનો સાથે આશરે ₹70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સૂચનાના આધારે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. અંધારામાં જ પાડવામાં આવેલા દરોડા દરમિયાન, ટીમે એક ટ્રેક્ટરને બકેટ વડે રેતીનું લોડિંગ કરતાં રંગેહાથ પકડ્યું હતું. આ ઉપરાંત, રેતી ભરેલા અને ખાલી હાલતમાં મળી આવેલા અન્ય 11 ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ 12 વાહનો જપ્ત કરીને શિહોલી ચેક પોસ્ટ પર રાખવામાં આવ્યા છે.

ભૂસ્તર વિભાગે આ વિસ્તારમાં અત્યાર સુધી કેટલી રેતીની ચોરી થઈ છે તે જાણવા માટે માપણીની કાર્યવાહી પણ શરૂ કરી છે. આ માપણીના આધારે વાહનોના માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. આ કાર્યવાહીને પગલે જિલ્લાના રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *