LET’S SEWA GREENER FUTURE TOGETHER ના સૂત્ર સાથે કામ કરતા “નીલાબા બિહોલા”
શું તમે જાણો છો મિત્રો, નીલાબા બિહોલા છેલ્લા 6 વર્ષથી માતૃશ્રી સહાય સંસ્થા દ્વારા વેસ્ટ વસ્તુ માંથી બેસ્ટ વસ્તુ બનાવે છે સેક્ટર 21 ખાતે તેમનો સ્ટોલ આવેલો છેR.R.R એટલે (રિયુઝ, રિડ્યુસ, રિસાયકલ) ઉપયોગથી પ્લાસ્ટિક જેવા હાનિકારક તત્વોનો ઉપયોગ ઓછો કરી શકાય છે પ્લાસ્ટિક નો વધતો જતો ઉપયોગ ને અટકાવવા આ સંસ્થાની શરૂઆત કરી હતી આ સંસ્થામાં વેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને તેમાં લોકોને ઉપયોગ થાય તેવી બેસ્ટ વસ્તુઓ જેમાં કાપડની બેગ, થેલીઓ બનાવીને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો સંદેશ આપે છે
લોકોના વેસ્ટ કપડાંમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય પર્યાવરણ ને નુકસાન ન થાય તેવી વસ્તુ ઉપયોગ કરવો જોઈએ અને તેમના સાથે સાથે છ મહિનાઓને પણ કામ કરે છે અને તેમને પણ રોજગાર મળે છે દરેક મહિલા રોજના 25 થી પણ વધુ કાપડની બેગ તૈયાર કરે છે મહાનગરપાલિકા અને સખી મંડળ સાથે જોડાયા બાદ તેમને એક પ્લેટફોર્મ મળ્યું છે સરકારના મિશન સ્વદેશી અપનાવો “Local for Vocal” ના માધ્યમથી તેમને ઘણો લાભ થયો છે તે માટે સરકારનો આભાર વ્યક્ત કરે છે.