ગાંધીનગરગુજરાત

કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા અને પ્રદ્યુમનસિંહ જાડેજા સરકારી કાર્યક્રમમાં હાજર રહેતા અનેક તર્ક વિતર્ક

ગાંધીનગર :

કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય હાજર રહેતો નથી પરંતુ અગાઉ પ્રદ્યુમનસિંહ જાડેજા અને હવે પ્રદ્યુમનસિંહ તથા સી જે ચાવડા એમ બે ધારાસભ્યો આજે સરકારી કાર્યક્રમમાં હાજર રહેતા ભારે ગણગણાટ શરૂ થયો છે શું કોંગ્રેસમાંથી અન્ય કેટલાક ધારાસભ્યો ભાજપમાં જવાનું વિચારી રહ્યા છે? આવી ચર્ચા પણ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તથા નેતાઓએ શરૂ કરી છે.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે આયુષ્યમાન ભારત દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત છે. આશ્ચર્યની વાત એ છે કે સરકારી કાર્યક્રમમા કોંગ્રેસના બે ધારાસભ્યો પણ હાજર રહેતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

જેમાં સૌથી વધુ નોંધ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે.ચાવડા હાજર રહ્યા તેની લેવાઈ છે કારણ કે આજ સી.જે.ચાવડા ગત લોકસભામાં ગાંધીનગરની બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધમાં ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.

વિધાનસભાગૃહની અંદર પણ સી.જે.ચાવડા જબરજસ્ત બોલતા હોય છે તેઓ સૌમ્ય બોલે છે પરંતુ સરકારની નીતિઓની ખુબ જ આકરા શબ્દોમાં આલોચના કરતા હોય છે. એટલું જ નહી વિવિધ સરકારી યોજનાઓનો અમલ નથી થઈ રહ્યો છે તેની વાત પણ તેઓ અવારનવાર કરતા હોય છે. તેઓએ અનેક વખત વિધાનસભામાં ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અનેક નેતાઓને આડેહાથ લીધા છે.

સી.જે.ચાવડા ઉપરાંત કચ્છના અબડાસાની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ અગાઉ ગાંધીનગરમાં યોજાયેલા અન્ય એક સરકારી કાર્યક્રમમાં પણ પ્રદ્યુમનસિંહ હાજર રહ્યા હતા.

એ સમયે મીડિયાના પ્રશ્નોના જવાબમાં પ્રદ્યુમનસિંહ એ સ્પષ્ટતા કરી હતી કે મને સરકાર તરફથી આમંત્રણ મળે છે અને જો સરકારી કાર્યક્રમ લોકો માટે ઉપયોગી હોય તો હું હાજર રહું છું એનો અર્થ એવો નથી કે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું લોકોને કે કોંગ્રેસના નેતાઓને જે સમજવું હોય તે સમજે.

સચિવાલયના સૂત્રો જણાવે છે કે સામાન્ય શિરસ્તો એવો છે કે સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસના ધારાસભ્યોને પણ આમંત્રણ અપાતું હોય છે પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય હાજર રહેતો નથી પરંતુ અગાઉ પ્રદ્યુમનસિંહ જાડેજા અને હવે પ્રદ્યુમનસિંહ તથા સી જે ચાવડા એમ બે ધારાસભ્યો આજે સરકારી કાર્યક્રમમાં હાજર રહેતા ભારે ગણગણાટ શરૂ થયો છે શું કોંગ્રેસમાંથી અન્ય કેટલાક ધારાસભ્યો ભાજપમાં જવાનું વિચારી રહ્યા છે? આવી ચર્ચા પણ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તથા નેતાઓએ શરૂ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x