સિદ્ધપુરમાં મુખ્ય પ્રધાનનો પ્રવાસ રદ થતા તંત્રએ નવા રોડ બનાવવાને બદલે થીંગડાં માર્યા
પાટણ :
સિદ્ધપુરમાં એક ધાર્મિક પ્રસંગે સીએમ વિજય રૂપાણી હાજરી આપવા આવવાના હતા જેથી પાલિકા સહિતનું સ્થાનિકતંત્ર તૈયારીઓમાં લાગી ગયું હતું. રસ્તા બાબતે સીએમના અભિગમને જોતાં વર્ષોથી ખખડધજ રોડ રિપેર કરવાનો સમય ન કાઢનાર પાલિકા શહેરના રોડ નવા બનાવવાના આયોજન સાથે મેદાને આવી ગયું હતું. પણ પેટાચૂંટણીની આચારસંહિતાને કારણે સીએમનો પ્રવાસ રદ થતા તંત્રએ રોડ બનાવવાના બદલે થીંગડાં મારી દીધા હતા જેથી સ્થાનિકોમાં ફરી નિરાશા વ્યાપી ગઈ હતી. નવાવાસમાં રહેતાં સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે, જો સીએમ આવતા હોય તો એમના માટે બે દિવસમાં રોડ ઊભો કરી શકાતો હોય તો સામાન્ય માણસો માટે નવા રોડ કેમ બનતા નથી ?