ગુજરાત

ઉનાને પીવાનુ પાણી પુરૂ પાડતો મછુન્દ્રી ડેમ ઓવરફલો થયો

ડેમ સાઇટના અનેક ગામોમાં પાણીના કુવા-બોરના તળ ઉચા આવશે
ઉના તા. ૧૮: તલાુકા તથા ગીરગઢા તાલુકામા પીવાનુ તથા સીંચાઇનુ પાણી પુરૂ પાડતા મછુન્દ્રી ડેમનો ઉપરવાસ વરસાદ થતા જંગલના ઝરણાઓ ચાલુ થઇ જતા મછુન્દ્રી ડેમ પુરેપુરો ૧૦ મીટર ભરાઇ ગયો છે. સતત બીજા દિવસે ૧ સે.મી. ઓવરફલો થયો છે. ચાલુ છે સીઝનમાં સૌપ્રથમવાર ડેમ ઓવર ફલો થતા તાલુકાના લોકોમાં આનંદ છવાઇ ગયો છે. તેમજ ડેમ નીચે આવતા કોદીયા, દ્રોકા, ફાટસર, ચાચકવડા ઉના, દેલવા ગામની સીમમાંથી પસાર થતી મછુન્દ્રી નદીમા પાણી આવતા ગામડાઓમા આવેલ કુવા-બોરના તળ ઉચા આવી ગયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x