રાધે રાધે પરીવાર ગ્રૂપના યુવા વિધાર્થીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીમાં વડીલો માટે પ્રવાસનું આયોજન થયું
ગાંધીનગર :
રાધે-રાધે ગ્રુપ ના યુવાનો ધ્વારા તાજેતરમાં સેક્ટર – 26 કિસાન નગર નાં વૃધ્ધ વડીલો ભાઈ – બહેનો થઈ કુલ 56 વડીલો માટે એક પ્રવાસ નુ અદભુત આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રવાસ ગાંધીનગર થી ધ્વારકા , સોમનાથ, પોરબંદર, હર્ષદ માતા, કાગવડ ખોડલ ધામ, વિરપુર, જુનાગઢ, ચોટીલા જેવા ધાર્મિક સ્થળોએ પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન વડીલો ભજન કીર્તન કરી ને ખુશ ખુશ થઈ ગયા હતા. અને સાથે સાથે ગ્રૂપ ના યુવાનો એ પણ આનંદ ની લાગણી અનુભવી હતી. અને વડીલો સાથે ખૂબ જ આનંદ કર્યો હતો. અને તમામ વડીલો એ અમારા કાર્ય ને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રવાસ ની આરંભ વિધી જી. ઈ. કલબ ના કુંતલ નિમાવત સર અને ડો. ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિતિ મા પ્રકિયા પુર્ણ કરવામાં આવી હતી. અને તેઓએ બધા વડીલો ને શુભકામના પાઠવી હતી અને સાથે સાથે વડીલો ને પ્રવાસ દરમિયાન સુરક્ષા અને સાવચેતી ને લઈને જે પગલાં લેવા જોઈએ તેના માટે માહિતગાર કર્યા હતા.
આ પવિત્ર પ્રવાસ માં શ્રવણ તીર્થ દર્શન વિભાગ ગુજરાત સરકાર અને ગાંધીનગર ની વિશિષ્ટ વ્યક્તિ ઓનો આર્થિક રીતે સાથ સહકાર મળ્યો હતો.તે બદલ સૌ વડીલો એ તેમનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
આ કાર્ય તન્મય પટેલ, રાહુલ સુખડીયા, જીત પ્રજાપતિ, બંકિત પટેલ, લક્ષ્મણજી ગોહિલ જેવા યુવા વિધાર્થીઓ દ્વારા અયોજન કરવામાં આવ્યું હતું. અને વિહત ટ્રાવેલ્સ ના ટીનાભાઈ ચૌધરી નો પણ સંપૂર્ણ રીતે સાથ સહકાર મળ્યો હતો.