રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર: મહાવિકાસ અઘાડી સરકારની વિધાનસભા માં આજે અગ્નિ પરીક્ષા

મુંબઈ :
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ હજુ સમાપ્ત નથી થયુ. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ જરૂર લઈ લીધા છે, પરંતું હજુ તેમણે બહુમત સાબિત કરવાનો બાકી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની આજે પ્રથમ પરીક્ષા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ સરકારના બહુમત પરીક્ષણ પહેલા કોંગ્રેસના કારણે કોકડું ગુંચવાયું છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ નાયબ મુખ્યમંત્રી પદની માંગ કરી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, રાજ્યમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ઉપરાંત તેમની પાર્ટીમાંથી પણ એક નાયબ મુખ્યમંત્રી હોવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં એવી અટકળો હતી કે, ઉદ્ધવ ઠાકરે 3 ડિસેમ્બરે બહુમત સાબિત કરશે. જો કે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, ઉદ્ધવ ઠાકરે 3 ડિસેમ્બરની જગ્યાએ 30 નવેમ્બર એટલે કે આજે જ ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરી શકે છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ફ્લોર ટેસ્ટ શનિવારના રોજ 2 વાગ્યે યોજવામાં આવશે અને પછી રવિવારના રોજ સ્પીકરની ચૂંટણી યોજાશે. જે બાદ સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સદનને સંબોધિત કરશે.
જણાવી દઈએ કે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બહુમત સાબિત કરવા માટે ઉદ્ધવ ઠાકરેને 3 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જોકે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન સરકાર શનિવારે જ ફ્લોર ટેસ્ટ આપવા માટે તૈયાર છે. આ માટે ઠાકરે સરકાર દ્વારા શનિવારના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા પછી તેની સામે સૌથી મોટો પડકાર ત્રણ અલગ-અલગ વિચારસરણી ધરાવતી પાર્ટીઓના ગઠબંધનને સાચવવાનું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x