રાષ્ટ્રીય

જંગલ રાજ: નિર્ભયા હજુ ન્યાય થી વંચિત, હૈદરાબાદ માં બીજી એક મહિલા સાથે દુષ્કર્મ બાદ હત્યા

હૈદરાબાદ
એક મહિલા ડૉક્ટર પ્રિયંકા રેડ્ડીનો પણ મૃતદેહ સળગેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. તેલંગાણામાં છેલ્લા 24 કલાકની અંદર વધુ એક મહિલાનો અડધી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શુક્રવારે જ મોડી રાત્રે શમસાબાદના આઉટર રોડ પરથી વધુ એક મહિલાનો અડધો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ હજુ સુધી આ કેસની તપાસ કરી રહી છે, 24 કલાકમાં આ બે મોટી ઘટનાઓ બાદ હવે પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બીજી મહિલાનો મૃતદેહ એજ જગ્યા કરતા થોડે દૂરથી મળ્યો છે, જ્યાં પ્રિયંકા રેડ્ડીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે, આ બીજી મહિલાની ઓળખ થઈ શકી નથી. આ મહિલા 35 થી 36 વર્ષની જાણવા મળી રહી છે. પ્રાથમિક તપાસમાં આ મહિલા સાથે પણ સામુહિક દુષ્કર્મ બાદ તેની હત્યા કરીને મૃતદેહને સળગાવવામાં આવ્યો છે. સાઈબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનગરે જણાવ્યું કે, મૃતદેહ શમસાબાદના બહારના વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાંથી મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે. હાલ પોલીસે ગુનો દાખલ કરીને આગળના કાર્યવાહી હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x