દારૂ બંધી ક્યાં છે…? ગાંધીજી ની શાળામાંથી પકડાયો દારૂ
રાજકોટ
ગુજરાતમાં દર ત્રીજા મહિને દારૂ રામાયણ શરૂ થાય છે, ક્યારેક ગૃહ વિભાગનો રેલો, એમએલએ ક્વોર્ટર સુધી લઇ જવાની વાત કરવામાં આવે છે તો ક્યારેક બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડે દારૂના મુદ્દે નિવેદન પ્રતિ-નિવેદન થાય છે. સરકાર કોઈપણ પાર્ટીની હોય પરંતુ ક્યારેય કોઈ સ્વીકારતું નથી કે ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. પરંતુ હકીકતમાં બુટલેગરો બેખૌફ બનીને રાજ્યભરમાં દારૂની રેલમછેલ કરી રહ્યાં છે. હવે દારૂબંધીમાં લેટેસ્ટ પ્રકરણ ગાંધીજીના જ શાળામાં દારૂ મળવાનો સામે આવ્યો છે. રાજકોટની ગાંધીજીએ સ્થાપેલ શાળામાંથી પાંચ લાખ રૂપિયાનો દારૂ ઝડપાયું છે. ગાંધીજીએ 1921માં આ શાળાની સ્થાપના કરી હતી. વિદેશી અભ્યાસ પદ્ધતિનો વિરોધ કરીને ગાંધીજીએ ‘નવી તાલીમ’ અભ્યાસ પદ્ધતિ અપનાવવાની હાંકલ કરી હતી અને તે સમયે તેમને રાજકોટમાં આ શાળાની સ્થાપના કરી હતી.
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગત મહિને ગુજરાતમાં દારૂ મુદ્દે આપેલ નિવેદન રાજકીય મુદ્દો બની ગરમાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ તે સમયે નિવેદન આપતા કહ્યું હતુ કે, ગુજરાતમાં દારૂ નથી પીવાતો કે દારૂ મળતો જ નથી. આ નિવેદન પછી રાજકારણ વધારે ગરમાયું હતું. બેખૌફ બુટલેગરો સરકારને ગોળીને પી ગયા હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં તો દારૂ મળે જ છે તે તો દુનિયાની સાથે-સાથે સરકાર પોતે જાણતી જ હશે તેવું આપણે માની લઇએ છીએ, પરંતુ હવે તો બુટલેગરોએ ગાંધીએ સ્થાપેલી શાળાને પણ છોડી નથી અને તેને પણ દારૂનો ગોડાઉન બનાવી દીધો.
રૂપાણી સરકારમાં દારૂ-ડ્રગ્સ સૌથી વધુ પકડાયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. તે ઉપરાંત ઓછામાં વધુ હવે તો દેશનું ભવિષ્ય ગણાતા એવા યુવાધન હવે નશાના રવાડે ચઢી રહ્યા છે, નાના બાળકો પાસે પૈસા પુરતા પ્રમાણમાં ન હોવાથી વ્હાઇટનર કે ઇરેઝર ઇંક નામનું પ્રવાહીનું ઉપયોગ કરતો કિસ્સોઓ પ્રકાશમાં આવ્યા હતા. જેમાં નવા નરોડામાં રહેતા 38 વર્ષિય પિતાએ બાપુનગર પોલીસ મથકે સ્ટેશનરીના સંચાલક વિરુધ્ધમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. પ્રતિદિવસ વધી રહેલા નશાના ધંધાને લઇને ‘ઉડતા પંજાબ’ને ઓવર ટેક કરીને ગુજરાત આગળ નિકળી શકે છે. સરકાર અને કાયદા વિશે બુટલેગરોને થોડી પણ બીક રહી નથી.