મનોરંજન

દીપિકા પાદુકોણ 10 વર્ષની સૌથી સેક્સીએસ્ટ એશિયન વૂમન બની

મુંબઈ
બોલીવુડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ હાલમાં સફળતાના સાતમા આસમાને છે. તાજેતરમાં જ તેણીની આગામી ફિલ્મ છપાકનું (Chhapaak) ટ્રેલર રિલીઝ થતાં જ તે ચર્ચામાં આવી છે. તો બુધવારે મેન્ટલ હેલ્થ કેર માટે 26મા વાર્ષિક ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરાઇ. આ સંજોગોમાં વધુ એક મોટા સમાચાર આવ્યા છે. દીપિકા આ દસકાની એટલે કે 10 વર્ષની સૌથી સેક્સીએસ્ટ એશિયન વૂમન (Sexiest Asian Woman) બની છે.
અમારી સહયોગી વેબસાઇટ DNA માં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર દીપિકા પાદુકોણ ને તાજેતરમાં જ એક ઓનલાઇન પોલ દ્વારા દસકાની સૌથી સેક્સીએસ્ટ એશિયન વૂમન જાહેરા કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *