દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા
નવી દિલ્હી
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરમાં જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનમાં બતાવવામાં આવી રહ્યું છે. ભૂકંપની તીવ્રતા અફઘાનિસ્તાનમાં 6.8 આંકવામાં આવી છે.
પંજાબ અને કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ઝાટકા એટલા જોરદાર હતા કે લોકો પોતાના ઘરમાંથી બહાર નિકળી આવ્યા હતા. દિલ્હી અને એનસીઆરમાં પણ અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઘરો અને ઓફિસમાંથી બહાર નિકળી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભૂકંપ વિજ્ઞાન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે 6.8 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર હિન્દુકુશમાં હતું. સાંજે 5.13 મિનિટ પર આવેલા ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની હાલ કોઈ સૂચના નથી. ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા છે. રાજધાની ઇસ્લામાબાદ અને લાહોર સહિત ઘણા શહેરોમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. લગભગ 10 મિનિટ સુધી ભૂકંપની અસર રહી હતી.