FACEBOOK કોમ્પ્યુટર ગેમિંગમાં હાથ અજમાવવા તૈયાર
સોશિયલ મીડિયા દિગ્ગજ કંપની ફેસબુક ઓનલાઈન ગેમિંગની દુનિયામાં પહેલા જ પગલું માંડી ચુકી છે, પરંતુ હવે તે કોમ્પ્યુટર ગેમની તૈયારીમાં છે. એક રિપોર્ટ પ્રમાણે, ફેસબુક અમુક ગેમ કંપનીઓ સાથે કરાર કર્યો છે અને ડેડીકેટેડ કોમ્પ્યુટર ગેમનું ડેવલોપમેન્ટ ચાલી રહ્યું છે.
જો કે ફેસબુક દ્વારા એ સ્પષ્ટતા કરવામાં નથી આવ્યું કે ગેમેનું કન્ટેન્ટ શું હશે. 2012માં ફેસબુક દ્વારા પહેલી વખત ગેમિંગ કંપની Zynga સાથે કરાર કર્યો હતો. આ કરાર માં કંપનીએ ફાર્મવિલા સિરીઝની ગેમ્સ બનાવી જે ખુબ પ્રચલિત બની. ફેસબુક પર Zynga એટલી પોપ્યુલર થઇ ગઈ કે ટૂંક સમયમાં તેણે જણાવ્યું કે તેની ગેમે વિશ્વભારના 311 મિલિયન લોકો મહિનામાં એક વખત તેને રમે છે. જો કે આ ગેમ રમવા માટે ફેસબુક યુઝ કરવાનું રહેતું હતું.
આને જોતા કંપની હવે ડેડીકેટેડ કમ્પ્યુટર ગેમિંગમાં પણ હાથ અજમાવવા ઈચ્છે છે. અમુક રેપોર્ટ અનુસાર, ફેસબુક એ યુટિલિટી ટેકનોલોજી સાથે કરાર કર્યો છે, જે ગેમ બનાવવા માટે ટુલ્સ ડીઝાઇન કરે છે. હવે જોવાનું એ રહ્યું કે ફેસબુક કોમ્પ્યુટર ગેમિંગની દુનિયામાં પોતાનું વર્ચસ્વ બનાવી શકે છે કે નહીં.