અમદાવાદ પછી વડોદરામાં પથ્થરમારો, પોલીસે છોડ્યા આંસુ ગેસ
વડોદરા
અમદાવાદ શાહઆલમ વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થરમારા બાદ હિંસાની ઘટના પછી વડોદરામાં પણ તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. વડોદરાના હાથીખાના વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે પોલીસ દ્વારા વીડિયોગ્રાફી કરવા જેવી નાની બાબત બાદ પોલીસ ઉપર પથ્થર મારો શરૂ થયો હતો. આ ઘટનામાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે. વડોદરા પોલીસ કમિશ્નર અનુપસિંહ ગહેલોતે કહ્યું કે વીડિયોગ્રાફી સામે વાંધો હતો. કેટલાક તોફાની તત્વો ભાગી ગયો છે. કોમ્બિંગ કરીને વધારે લોકોને પકડવામાં આવી છે. જોત જોતામાં મોટા ટોળાએ ચારે બાજુથી પોલીસને ઘેરીને પથ્થરમારો કર્યો હતો. આ ઘટમાં પોલીસે 10-12 ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આ ઘટમાં એસીપીને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બાદ RAFની ફ્લેગમાર્ચ શરૂ થયું છે અને પોલીસે પેટ્રોલિંગ પણ વધારી દીધી હતી. અત્યારે આ વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની પણ ઘટના બની હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે હાથીખાના વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી રહી હતી. આ સમયે નમાઝ પૂરી થઈ હતી. ત્યારે કેટલાક લોકોએ પોલીસને વીડિયોગ્રાફી કરવાની ના પાડી હતી. જેથી પોલીસે વીડિયોગ્રાફી બંધ કરી દીધી હતી. જોકે, પહેલા ચાર પાંચ પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ત્યારબાદ ચારે બાજુથી પોલીસ ઉપર પથ્થરમારો થવા લાગ્યો હતો. આ ઘટનામાં પોલીસના ત્રણ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. તોફાની તત્વોએ પોલીસને ટાર્ગેટ બનાવી હતી. સ્થિતિને કાબુમાં લાવવા માટે પોલીસને 10-12 ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.પોલીસ દ્વારા કોઈ ફાયરિંગ કરવામાં ન આવ્યું હોવાનું પોલીસે પણ જણાવ્યું હતું. આ ઘટનામાં ACPની એક પથ્થર વાગત સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ઉપર પથ્થરમારો કરનાર તોફાની તત્વોને પોલીસ નહીં છોડે જેટલો સમય ભાગવું હોય એ ભાગી લો પોલીસ તેની પાછળ છે.
અને તેમને નહીં છોડવામાં આવે. વધુ મળતી માહિતી પ્રમાણે સ્થિતિ સામાન્ય થયા બાદ સ્થાનિક મહિલાઓ રસ્તા ઉપર આવી હતી. જોકે, પોલીસે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, મહિલાઓ ઉગ્ર બની હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસ કમિશ્નરે વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓને આગળ કરીને કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જનતાને અપીલ છે કે તેઓ પોતાના ઘરમાં રહે અને સોશિયલ મીડિયા ઉપર ખોટી અફવાઓથી પ્રભાવિત ન થાઓ અને અફવાઓ પણ ન ફેલાવે. જો આવું કરશે તો તેમને જ નુકસાન છે. મોડા મોડા પણ અમે કાર્યવાહી કરીશું.