ગુજરાત

ભાજપના મહાસચિવ માંડવિયાએ 7 પાક શરણાર્થીઓને નાગરિકતાનું સર્ટિફિકેટ આપ્યુ

કચ્છ
NRC અને CAA ને લઈ દેશભર માં વિરોધ થઇ રહ્યો છે આ દરમિયાન ગુજરાતમાં નાગરિકતા કાનુન ને લાગુ કરવામાં આવ્યુ છે એવું જોવા મળી રહ્યું છે. ગુજરાતના ભાજપના મહાસચિવ મનસુખ માંડવિયાએ કચ્છમાં 7 પાકિસ્તાનના શરણાર્થી હિન્દૂઓને નાગરિકતાનું સર્ટિફિકેટ આપ્યુ હતું.
મનસુખ માંડવિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વીટ કર્યુ જેમાં તેમણે જાણકારી આપી હતી કે કચ્છમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ સાથે મુલાકાત કરી અને તેમણે 7 શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર આપ્યુ. મનસુખ માંડવિયાએ લખ્યુ, ‘આજે કચ્છ, ગુજરાતમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ સાથે મુલાકાત કરી અને 7 શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર આપ્યુ. CAAને લઇને તમામમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ ચે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા લેવામાં આવેલો આ ઐતિહાસીક નિર્ણય આ લોકોના જીવનમાં નવી સવાર લઇને આવ્યો છે.
કેન્દ્રિય મંત્રી માંડવિયા અનુસાર, કાયદેસર રીતે આ તમામ લોકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજનાનો લાભ મળતો નથી, જેના કારણે કોઇ સરકારી યોજના લાગુ કરવામાં આવે તેનો લાભ પણ તેઓ લઇ શકતા નથી. આ લોકોની સ્થિતિ એવી છે કે હવે તેઓ ફરી પાકિસ્તાન જઇ શકે તેમ પણ નથી. તો પછી શરણાર્થીના બદલે તેમને કાયદાકિય રીતે ભારતની નાગરિકતા આપવામાં આવવી જોઇએ. ગાંધીધામમાં તેમના નામનું રજિસ્ટ્રેશન કરી કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલવામાં આવશે. હવે જે લોકો 15થી 20 વર્ષથી ભારતમાં શરણ માટે આવ્યાં તેવા લોકોને દરેક પ્રકારની સરકારી યોજનાના લાભ મળી શકે, રોજગારી મળી શકે તે સાથે તેમની સાથે કોઇ પ્રકારનો અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x