ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં હિંસા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો મુખ્યમંત્રી રૂપાણીનો આરોપ

ગાંધીનગર
NRC અને CAA ને લઈ દેશભર માં વિરોધ થઇ રહ્યો છે આ દરમિયાન ગુજરાતમાં નાગરિકતા કાનુન ને લાગુ કરવામાં આવ્યુ છે એવું જોવા મળી રહ્યું છે. રાજ્યના અમદાવાદમાં પણ આ નવા કાનુનને લઇ વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું હતું, ત્યારે રાજ્યમાં હિંસા મામલે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં હિંસા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનો મોટો આરોપ મૂક્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી રૂપાણીએ શાહઆલમ વિસ્તારમાં હિંસક પ્રદર્શનમાં ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના કોર્પોરેટરનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યમાં હિંસા મામલે કોંગ્રેસના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે.
શાહઆલમમાં હિંસક પ્રદર્શન મામલે સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર શહજાદ પઠાણનો હાથ હોવાનો ખુલાસો થયો છે. આ મામલે ઈસનપુર પોલીસ ઈન્સ્પેક્ટર જે એમ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, શાહઆલમ વિસ્તારમાં વિરોધ માટે જાહેરસભાની મંજૂરી નહીં મળતા કોંગી કોર્પોરેટર શહજાદખાન પઠાણ, વોર્ડ પ્રમુખ સલીમ ખાન સહિતના આગેવાનોએ પૂર્વાનુયોજિત ગુનાહિત કાવતરૂં ઘડ્યું હતું. જે બાદ કોંગી કોર્પોરેટર સહિત 13 લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.
બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આરોપો પર પલટવાર કરતા કોંગ્રેસ નેતા જયરાજ સિંહે જણાવ્યું કે, શેહજાદ પઠાણ વિરૂદ્ધ આરોપો સાબિત થયા જ નથી. દરેક વખતે વિપક્ષને ગાળો ભાંડવાની ભાજપને આદત પડી ગઈ છે. મુખ્યમંત્રી રૂપાણીના આરોપો પાયાવિહોણા છે. ગુજરાતના ભાજપના મહાસચિવ મનસુખ માંડવિયાએ કચ્છમાં 7 પાકિસ્તાનના શરણાર્થી હિન્દૂઓને નાગરિકતાનું સર્ટિફિકેટ આપ્યુ હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x