ગાંધીનગરગુજરાત

CAA આજથી દેશમાં લાગૂ, અમદાવાદમાં કલમ 144 લાગૂ

અમદાવાદ
દેશમાં ઘણા એવા વિરોધ અને દેખાવા બાદ અંતે CAA આજથી દેશમાં લાગૂ કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ ગુજરાત વિધાનસભામાં પણ CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં કલમ 144 લાગૂ કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં ઘણા ઘર્ષણ જોવા મળ્યા હતા સરકારે જાહેર કરેલા CAAનો વિરોધ આખા દેશમાં જોવા મળ્યો હતો તેના બાદ શહેરમાં તાજેતરમાં જ ABVP-NSUI ઘર્ષણને લઈ રાજકારણ પણ ગરમાયો હતો ત્યારે આગામી તહેવાર ઉતરાયણને ધ્યાનમાં રાખી સરકારે 10થી 25 જાન્યુઆરી સુધી અમદાવાદ શહેરમાં ધારા 144 લાગૂ કરવાની જાહેરાત કરી દીધી છે .
ગતરોજ સુપ્રીમ કોર્ટે નાગરિકોની કાયદેસર અભિવ્યક્તિને દબાવી દેવા ધારા 144ને સાધન ન બનાવવું જોઈએ તેવી ટીકા કરી હતી. એ જ દિવસે શહેર કમિશ્નર દ્વારા શહેરમાં ધારા 144 લાગૂ કરવાની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત આ કલમ લાગૂ કરવામાં આવતી હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x