ગાંધીનગરગુજરાત

એમ્સ ઓક્સિજન કંપનીમાં આગ બાદ વિસ્ફોટ, 5 લોકોની મોત

વડોદરા
વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અવારનવાર અકસ્માતોના સમાચાર સામે આવતા રહે છે, ત્યારે આજે વડોદરામાંથી આવી જ એક દુર્ઘટના સામે આવી છે. જેમાં પાદરાના ગવાસદ ખાતે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં આગ લાગ્યા બાદ અચાનક બ્લાસ્ટ થતા 5 લોકોના મોત નીપજ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલ ઓક્સિજન કંપનીમાં અચાનક આગ લાગી હતી. જે બાદ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે લાગેલી આગે વિકરાણ રૂપ ધારણ કરતા કંપનીમાં કામ કરી રહેલા 5 મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 7થી વધુ મજૂરો ઘાયલ થયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમની હાલત નાજુક જણાતા મૃત્યુઆંક વધી શકે છે.
આ અંગની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત બાદ આસપાસની અન્ય કંપનીઓના ફાયર ફાઈટરોને પણ કામે લગાડવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *