જમ્મુ-કાશ્મીરમાં બે આતંકિયો સાથે કારમાંથી ડીએસપી ઝડપાયો
કાશ્મીર
જમ્મુ-કાશ્મીર પોલીસના એક ડીએસપીને એક કારમાંથી હિઝબૂલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સંબંધિત અધિકારીઓએ શનિવારે રાત્રે આની જાણકારી આપી. તેમને જણાવ્યું કે, દેવેન્દ્ર સિંહ, જે વર્તમાન સમયમાં એરપોર્ટ પર ડીએસપીના રૂપમાં તૈનાત છે, જેની લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર નવીદ બાબૂ અને હિઝબૂલ મુઝાહિદ્દીનના અલ્તાફ સાથે ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે, કસ્ટડીમાં લેવામાં આવેલા પોલીસ અધિકારી પર આરોપ છે કે, તે આતંકવાદીઓનો શોપિયા વિસ્તારમાંથી કથિત રીતે ઘાટીથી બહાર લઇ જઇ રહ્યો હતો.
આ ઓપરેશન સાઉથ કાશ્મીરના ડિપ્ટી ઈન્સ્પેક્ટર જનરલ અતુલ ગોયલની નિગરાનીમાં થયું, આ દરમિયાન કુલગામ સ્થિત મીર બજારમાં એક પોલીસ બેરિકેડ પર કાર પકડવામાં આવી. અધિકારીઓ અનુસાર, આ કારમાં એકે એકે-47 બંદૂકો મળી આવી છે. વરિષ્ઠ અધિકારીઓ અનુસાર આ મામલામાં ડીએસપીની કથિત સંડોવણીને દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.