સ્વામી વિવેકાનંદ જયંતી: પીએમ, રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી
ભારતના મહાન ધર્મગુરુઓમાંથી એક સ્વામી વિવેકાનંદની આજે એટલે કે 12 જાન્યુઆરીના રોજ જયંતી છે. સ્વામી વિવેકાનંદ જયંતીને રાષ્ટ્રીય યુવા દિવસના રૂપે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સહિત અનેક નેતાઓને સ્વામી વિવેકાનંદને યાદ કરતા તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટરના માધ્યમથી કહ્યું કે, મહાન વિદ્ધાન સ્વામી વિવેકાનંદએ પેઢીઓને પ્રેરીત કર્યા છે. તેઓએ વિશેષ રુપે યુવાઓને પ્રોત્સાહિત કર્યા છે. તેમના જન્મદિવસને રાષ્ટ્રવાદના રુપે યાદ કરીએ છીએ. સ્વામી વિવેકાનંદનું જીવન અને કર્મ આવનારા વર્ષોમાં લોકોને પ્રેરણા આપનારુ રહેશે.
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કહ્યું કે, આધ્યાત્મિક, સહિષ્ણુતા, રાષ્ટ્રીયતા અને વૈચારિક સાહસના પ્રતિક, યુવાઓ માટે આદર્શ પુરુષ સ્વામી વિવેકાનંદની જયંતી ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય યુવા દિવસના અવસર પર યુવાઓ સાથે અપેક્ષા રાખુ છું કે સ્વામીજીના જીવન અને શિક્ષાઓનું ઘહન રીતે અભ્યાસ કરીને તેમાંથી પ્રેરણા લો.
PM નરેન્દ્ર મોદીએ પણ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટમાં લખ્યું કે, સ્વામી વિવેકાનંદ કરોડો ભારતીયોના હૃદય અને મગજમાં વસે છે, ખાસ કરીને ભારતના ગતિશીલ યુવાનો, જેમની પાસે તેમની ભવ્ય દ્રષ્ટિ છે. આજે, વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ પર હું બેલુર મઠમાં છું, જેમાં સ્વામી જીએ ધ્યાન કર્યું તે રૂમનો સમાવેશ થાય છે.