લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું કામ પુરુ, મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન
અમદાવાદ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું કામ પુરુ કરી થઈ ગયું છે જયારે આજરોજ તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. નવેમ્બરમાં જ હેપ્પી સ્ટ્રીટના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી.
ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડનમાં હેપ્પી સ્ટ્રીટ ફૂડ બનાવવામાં આવ્યું છે. જેનું આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉદ્ઘાટન કરી લોકો માટે ખુલ્લો મુકશે. આ હેપ્પી સ્ટ્રીટમાં તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. ગત નવેમ્બર મહિનામાં તમામ સ્ટેલની હરાજી પણ કરવામાં આવી હતી જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ. 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી.
વધુમાં તમને જણાવી દઈએ કે, હેપ્પી સ્ટ્રીટ ફૂડમાં બપોરે ચાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી ટુ વ્હીલરના 20 રૂપિયા અને ફોર વ્હીલરના 50 રૂપિયાનો પ્રતિ કલાકનો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. કોર્પોરેશન દ્વારા આ માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું હતું. જેથી કોર્પોરેશનને વાર્ષિક કમાણી રૂ. 25.30 લાખની થશે.