ગાંધીનગરગુજરાત

LRD મામલે ફસાઈ રૂપાણી સરકાર, ક્ષત્રિય, બ્રહ્મ અને પાટીદાર સમાજે આપી અંદોલનની ચીમકી

અમદાવાદ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી છે. પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા.
જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.
જો કે સરકાર દ્વારા પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી તે સાથે જ હવે બિન અનામત વર્ગ પણ મેદાનમાં આવ્યો છે. અત્યાર સુધી પરદા પાછળ રહીને સમગ્ર ઘટનાક્રમ જોઇ રહેલા સવર્ણ વર્ગનાં નેતાઓ હવે મેદાને આવ્યા છે. કાલે સમગ્ર મુદ્દે ચિંતન બેઠકનું આયોજન સવર્ણો દ્વારા કરવામાં આવ્યું છે. સરકારનાં પરિપત્રનો અભ્યાસ કરીને સમગ્ર મુદ્દે આગળની રણનીતિ ઘડવામાં આવશે. જરૂરી પડશે આંદોલનથી માંડીને સવર્ણ નેતાઓને દબાણમાં લાવીને સમગ્ર મુદ્દે ઘટતું કરવામાં આવશે. પોતાનાં વર્ગને કોઇ પ્રકારનો અન્યાય ન થાય તેની તકેદારી રાખવામાં આવશે તેવી બાંહેધરી પણ વ્યક્ત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x